Posts

Showing posts from July, 2018

ગોખરુ (ઔષધીય વનસ્પતિ)

Image
ગોખરુ અથવા 'ગોક્ષુર' (વૈજ્ઞાનિક નામ:Tribulus terrestris, અંગ્રેજી: Land caltrops, Puncture vine) જમીન પર ફેલાતો નાનો પ્રસરણશીલ છોડ છે, કે જે અષાઢ અને શ્રાવણ મહિનામાં સામાન્ય રીતે દરેક વિસ્તારની દરેક પ્રકારની જમીન અથવા ખાલી જમીન પર ઉગી નીકળે છે. તેનાં પર્ણ ખંડિત અને પુષ્પ પીળા રંગનાં હોય છે, ફળ કંટકયુક્ત હોય છે, બજારમાં ગોખરુના નામથી આ ફળનું બીજ મળતું હોય છે. -ગોખરુ : એના છોડ ચોમાસામાં આપણે ત્યાં ગુજરાતમાં બધે થાય છે. એ બે જાતનાં હોય છે, મોટા ગોખરુના નાના છોડ હોય છે અને નાના ગોખરુના વેલા થાય છે. દવામાં મોટાં ગોખરુ વપરાય છે, પણ તે ન મળે તો નાનાં પણ વાપરી શકાય. ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે. ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે. પેશાબમાં વીર્ય જંતુ જતાં હોય તેમાં ગોખરું વાપરી શકાય. તે મુત્રપીંડ અ...

રક્ષક વન, રૂદ્રમાતા ડેમ (કચ્છ)

Image
કચ્છનું નવલું નજરાણું: રૂદ્રમાતા ડેમ ખાતે ગુજરાતનું સૌથી મોટું સાંસ્કૃતિક વન પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામેલા કચ્છના પ્રવાસન સ્થળોમાં વધુ એક મોરપીંછ ઉમેરાઈ રહ્યું છે. કચ્છ સરહદી વિસ્તાર હોવાની સાથે પ્રવાસન ક્ષેત્રે વિકાસ પામતો પ્રદેશ બન્યો છે. તેમાં ભુજ પાસેના રૂદ્રમાતા ડેમ ખાતે રાજ્યના સૌથી મોટા સાંસ્કૃતિક વન રક્ષક વન ખુલ્લું મૂકાશે. ઉલ્લેખનીય છે કે કચ્છની નવી ઓળખ બનેલા રણોત્સવ યોજાય છે તે તરફના સફેદ રણ સુધી જતા માર્ગ ઉપર આકાર પામેલું રક્ષક વન કચ્છનું એક નવું પ્રવાસી આકર્ષણ કેન્દ્ર બનશે. તેને મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લું મૂકવાના છે. શા માટે બનાવાયું છે વન રક્ષક વન ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય બોર્ડરના કારણે ડિફેન્સની ત્રણેય પાંખ તથા બીએસએફ, કોસ્ટગાર્ડની ઉપસ્થિતિને લીધે ખરા અર્થમાં દેશના રક્ષક તરીકેની કામગીરીને ધ્યાનમાં રાખવાનો ઉદ્દેશ્ય છે. સાથે જ માધાપરની મહિલાઓ દ્વારા ડિસેમ્બર-1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભૂજ ખાતેના એરફોર્સની હવાઇપટ્ટીને થયેલા નુકસાનના સમારકામની કામગીરી કરી હતી. એરફોર્સની હવાઈ પટ્ટીની કામગીરીની યાદમાં સ્વતંત્ર ભારતની ગૌરવશાળી વીરાંગનાઓની અમર શૌર્યગા...

ગળજીભી (ભોંય પાથરી)

Image
ગળજીભી મધુર, તીખી, કડવી; શીતળ, મધુર, વિપાકી, ગુણમાં હળવી, સ્નિગ્ધ, વાયુ તથા પિત્તશામક, જઠરાગ્નિવર્ધક, મૃદુરેચક, વાયુની ગતિ સવળી કરનાર, દાહ શાંતકર્તા, વ્રણશુદ્ધ કર્તા અને રૂઝવનાર, મગને શક્તિ દેનાર, હ્રદયને બળ દેનાર, લોહી શુદ્ધ કરનાર, બળવર્ધક અને પેશાબ જન્માવનાર છે. તે તાવ, કોઢ, મંદાગ્નિ, અજીર્ણ, ઉદાવર્ણ, કમળો, સોજા, વ્રણપાક, મુખપાક, ગાંડપણ, વાઈ, હિસ્ટીરીયા, માનસ રોગો, હ્રદયની નબળાઈ, લોહી વિકાર, આમવાત, સંધિવા, કમરની પીડા, શરદી, ખાંસી, શ્વાસ, છાતીનો દાહ, પડખાનું શૂળ, પેશાબની અલ્પતા, પ્રમેહ, પરમિયો, તરસ તથા હરસ જેવા અનેક રોગો મટાડે છે. દવા તરીકે તેનાં પાન અને પુષ્‍પ વપરાય છે.? એનાથી રક્તવીકાર અને ચામડીના રોગો પણ મટે છે. એ માટે આંતરે દીવસે એની ભાજી ખાવી કે એના પાનનો ત્રણ ચમચી રસ સવાર-સાંજ પીવો. જુના કે વારંવાર થતા મૅલેરીયામાં અરણીના મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ ફાકવાથી લાભ થાય છે.

World Environment Day

Image
World Environment Day (WED) is celebrated on the 5th of June every year, and is the United Nation's principal vehicle for encouraging awareness and action for the protection of our environment . First held in 1974, it has been a flagship campaign for raising awareness on emerging environmental issues from marine pollution , human overpopulation , and global warming , to sustainable consumption and wildlife crime. WED has grown to become a global platform for public outreach, with participation from over 143 countries annually. Each year, WED has a new theme that major corporations, NGOs, communities, governments and celebrities worldwide adopt to advocate environmental causes.