ભોંયરીંગણી
#ભોંયરીંગણી (Solanum xanthocarpum) એ એક વનસ્પતિ છે. આ વનસ્પતિનો છોડ જમીન પર ફેલાતો, બહુવર્ષાયુ છોડ હોય છે. આ છોડનાં પાંદડાં લાંબા, કાંટાયુક્ત અને લીલાં રંગના હોય છે; તેનાં પુષ્પો જાંબલી રંગનાં હોય છે. તેનાં ફળ કાચાં લીલા રંગના અને પાકી જાય ત્યારે પીળા રંગના થઇ જાય છે. આ ફળમાં બીજ હોય છે, જે નાંનાં અને ચીકણાં હોય છે #ગુણ : ભોંયરીંગણી કડવી, તુરી, તીખી, ઉષ્ણ, પાચક, લઘુ અને સારક છે. તે ઉધરસ, કફના રોગો, દમ, ખંજવાળ, કૃમી હૃદયરોગ, અરુચી, પાર્શ્વશુળ વગેરે મટાડે છે. > દાંત દુ:ખતા હોય, દાંતમાં કૃમી થયા હોય, દાંત હાલતા હોય કે સડી ગયા હોય, તેમાંથી પરુ નીકળતું હોય, મોં ગંધાતું હોય, પાયોરીયા થયો હોય તો ભોંયરીંગણીના બીનું ચુર્ણ પાણી સાથે લેવું. >કાયમ માટે શરદી,ઉધરસ, કફ, જીર્ણ જ્વર રહેતાં હોય તેમના માટે ભોંય રીંગણીનો પંચાંગ સાથે આખો છોડ સૂકવી તેનો અધકચરો ભૂક્કો કરી લેવો. બે ચમચી આ ભૂક્કાનો ઉકાળો બનાવી સવાર-સાંજ તાજેતાજો પીવાથી શરદી, સળેખમ, દમ-શ્વાસ, સસણી- વરાધ જેવા કફના રોગો, કૃમિ તાવ, હૃદયરોગ વગેરે મટે છે. ઓમ આયુર્વેદ સારવાર કેન્દ્ર - બોટાદ ચેતન ઠાકોર :- 9265404987 ફોટો બાય :- વનવાસી ક...