ગાય નું ખીરૂં.
વૈદકીય ભાષામાં કહીએ તો **પિયુષ* દેશી ભાષામાં બળી નું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય... સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં પીયૂષ કહે છે ... ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે, क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते । તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે. પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે... पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन् । એટલે કે , જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ... લોકબોલીમાં જેને ખીરૂં કહેવામાં આવે છે અને અંગ્રેજી માં Colostrum કહેવાય છે... વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...જેને બળી કહે છે. તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના દેશ માં molozyvo નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે... એટલે ...