ગાય નું ખીરૂં.
વૈદકીય ભાષામાં કહીએ તો **પિયુષ*
દેશી ભાષામાં બળીનું આરોગ્ય ની દ્રષ્ટિએ પોષકમુલ્ય...
સસ્તનધારી પ્રાણીઓ ની માદા જયારે બચ્ચાં ને જન્મ આપે છે ત્યારે કુદરત એ માતા ના સ્તન માંથી નવજાત ને પોષણ આપવા જે પ્રથમ દૂધ નો સ્ત્રાવ કરાવે છે એને આયુર્વેદ માં પીયૂષ કહે છે ...
ભાવપ્રકાશ માં દુગ્ધવર્ગ માં લખેલ છે કે,
क्षीरं तत्काल सूताया घनं पीयूष मूच्यते ।
તરતજ વિયાયેલીનું ઘાટું દૂધ पीयूष - ખીરૂ કહેવાય છે.
પીયૂષ શબ્દ ની સંસ્કૃત વ્યુત્પતિ આ પ્રમાણે છે...
पीयू प्रीतौ इतिसौत्रो धातुः तस्मात् पीयूरूषन् ।
એટલે કે ,
જે તૃપ્તિ આપતું હોવાથી પ્રિતીકર છે એટલે પીયૂષ...
લોકબોલીમાં જેને ખીરૂં કહેવામાં આવે છે અને અંગ્રેજી માં Colostrum કહેવાય છે...
વિયાયેલ ગાય નું પ્રથમ ખીરૂં સામાન્યરીતે માનવ ઉપયોગ માં નથી લેતાં પણ બીજા - ત્રીજા દિવસ નું ખીરૂં ... સાકર મેળવી ને એને ખમણ - ઢોકળાં ની જેમ વરાળ માં બાફી ને સરસ વાનગી બનાવાય છે...જેને બળી કહે છે.
તમીલ નાડું માં આ "બળી" મીઠાઇ ની દુકાને Salem નામે વેચાણ થાય છે તો, Ucrain નામ ના દેશ માં molozyvo નામે પરંપરાગત રીતે પ્રસિદ્ધ છે...
એટલે ગાય વિશ્વ ની માતા છે એ કહેવામાં અતિશયોક્તિ નથી...
આયુર્વેદિય સંગ્રહ ગ્રંથ ભાવપ્રકાશ માં पीयूष - ખીરૂ - Colostrum ના ગુણ કર્મ આ રીતે વર્ણવેલ છે ,
...वृष्या बृंहणा बलवर्धनाः गुरवः श्लेष्मला हृधा वातपित्तविनाशनाः दीप्ताग्निनाम् विनिद्राणाम् विद्रधौ च अभिपूजिताः ।।
ખીરૂં વૃષ્ય, શરીર ને પૃષ્ટકરનાર, બળવર્ધક છે...
કાચું ખીરૂં પચવામાં ભારે અને કફ કરનાર છે ...
એની બળી બનાવી ને ખાવા થી એ હૃદય ને હિતકારી તથા પ્રિય છે ... વાયુ તથા પિત્ત નો નાશ કરે છે.. જઠરાગ્નિ પ્રદિપ્ત કરે છે.. જેને નિંદર ના આવતી હોય તથા જે અંદર ની વિદ્રધિ અર્થાત્ કેન્સર જેવી બિમારી થી પીડાતા હોય એમને બળી ખાવી જોઇએ..
આધુનિક તબીબી વિજ્ઞાન જીવાણું અને રોગપ્રતિકારક શક્તિ ની બહુ ચિંતા અને ચિંતન કરે છે... ખીરૂં એ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે..
ગાયનું કાચું ખીરૂં જો પીવાય જાય તો પેટ સાફ થઇ જાય છે..
ગુજરાતી માં કહીએ તો ભારે પડે છે..
જયારે Albert Sabin નામની વ્યક્તિ એ પહેલવહેલી પોલીયો વિરોધી oral vaccine બનાવી ત્યારે એણે , એ માટે જરૂરી immunoglobulin માટે ગાય ના colostrum નો ઉપયોગ કરેલ...
તાજા જન્મેલા વાછરડા ને દિવસ દરમિયાન આશરે ચારલિટર ખીરૂ પીવડાવવું જરૂરી છે.. જેથી 50 grams of IgG/liter. ના હિસાબે એના શરીર માં જાય તો એ વાછરડું કોઇ વ્યાધીવિકાર થી ગ્રસ્ત થતુ નથી...
દેશી નસલ ની તાજી વિયાણ થયેલ ગાય ટંકે ત્રણ થી ચાર લીટર ખીરૂં આપે છે... અને માલધારી - ગૌ પાલક સાત દિવસ સુધી એ ગાય ના દૂધ નું વેચાણ કરતાં હોતા નથી... આથી આ ગાય નું વધેલું ખીરૂ માનવજાત રૂપી બાળકો નું માઁ ની જેમ પોષણ કરે છે...
ખીરું કેન્સર પ્રતિરોધક તો છે જ... ઉપરાંત જેને વારેવારે ગડગુમંડા... ફટકીયા...અથવા પરૂવાળા ચર્મરોગ હોય એને ખીરૂં ખાવું જોઇએ...
ગાય ના ખીરાં નો આજે કોમર્શિયલ ઉપયોગ થવા લાગ્યો છે પાંચ - સાત જેટલી કંપનીઓ Colostrum ના કેપ્શ્યુલ કે એક્ષ્ટ્રેટ કે ડ્રાય પાઉડર સ્વરૂપે બજાર માં વેચાણ અર્થે મુકેલા છે...
જેમાં ખરીદનાર ને કિંમત ચુકવ્યા ની સામે એટલું ખીરાં ના તત્વો નો લાભ મળતો નથી ...
જયારે ગૌ-પાલક તાજી વિયાણ વાળી ગાય નું ખીરૂ રોજીદાં દૂધ ખરીદતા ગ્રાહકો ને સપ્રેમ વિનામૂલ્યે ભેટ આપે છે...
DrBhavesh Modh નો આર્ટિકલ, તેમની વોલ પરથી...

Comments
Post a Comment