ગળજીભી (ભોંય પાથરી)
ગળજીભી મધુર, તીખી, કડવી; શીતળ, મધુર, વિપાકી, ગુણમાં હળવી, સ્નિગ્ધ, વાયુ તથા પિત્તશામક, જઠરાગ્નિવર્ધક, મૃદુરેચક, વાયુની ગતિ સવળી કરનાર, દાહ શાંતકર્તા, વ્રણશુદ્ધ કર્તા અને રૂઝવનાર, મગને શક્તિ દેનાર, હ્રદયને બળ દેનાર, લોહી શુદ્ધ કરનાર, બળવર્ધક અને પેશાબ જન્માવનાર છે. તે તાવ, કોઢ, મંદાગ્નિ, અજીર્ણ, ઉદાવર્ણ, કમળો, સોજા, વ્રણપાક, મુખપાક, ગાંડપણ, વાઈ, હિસ્ટીરીયા, માનસ રોગો, હ્રદયની નબળાઈ, લોહી વિકાર, આમવાત, સંધિવા, કમરની પીડા, શરદી, ખાંસી, શ્વાસ, છાતીનો દાહ, પડખાનું શૂળ, પેશાબની અલ્પતા, પ્રમેહ, પરમિયો, તરસ તથા હરસ જેવા અનેક રોગો મટાડે છે. દવા તરીકે તેનાં પાન અને પુષ્પ વપરાય છે.? એનાથી રક્તવીકાર અને ચામડીના રોગો પણ મટે છે. એ માટે આંતરે દીવસે એની ભાજી ખાવી કે એના પાનનો ત્રણ ચમચી રસ સવાર-સાંજ પીવો. જુના કે વારંવાર થતા મૅલેરીયામાં અરણીના મુળનું અડધી ચમચી ચુર્ણ સવાર-સાંજ ફાકવાથી લાભ થાય છે.

Comments
Post a Comment