હોલમાતાજી મંદિર જાલસીકા

હોલ માતાજી નું મંદિર કે જે જાલસીકા ગામે આવેલ છે, આ ગામ મોરબી જીલ્લા ના વાંકાનેર તાલુકા માં મચ્છુડેમ ૧ ની બાજુમાં આવેલ છે, લીલાછમ ટેકરો ની વચ્ચે આ જગ્યા આવેલી છે.

હોલ માતાજી નું આ મંદિર પૌરાણિક છે, મંદિર મા વર્ષો થી ગીરઓલાદ ની ગાયો નું જતન થાય છે, હાલ ૩૦૦ ગાયો છે જે ખુબ જ તંદુરસ્ત છે.

ગાયો કેમ સંચવાય તે જોવું હોઈ તો હોલ માતાજી એ જવું પડે, મંદિર પાસે ૮૦ વિધા જમીન છે જેમાં ગાયો માટે ચારો વાવે છે.

મંદિર દ્વારા કાયમી અન્નક્ષેત્ર, વૃક્ષારોપણ, ચકલા ને ચણ તથા સાંસ્કૃતિક પ્રવુંર્તીઓ કરવામાં આવે છે.

હોલમાતાજી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ આદરણીય શ્રી હરસુરભાઈ નારણભાઈ લોખીલ (૯૯૯૮૧૫૭૭૨૯, ૯૯૨૫૬૬૪૧૧૧) છે, જેઓ આ બધી પ્રવૃત્તિઓ રસ લઇ ને કરે છે.

આવી સુંદર પ્રવુંર્તીઓ કરતા હરસુરબાપુ ને લાખ લાખ વંદન.

લેખન અને ફોટોગ્રાફી વી.ડી.બાલાસાહેબ









Comments

Popular posts from this blog

ગળજીભી (ભોંય પાથરી)

વન વગડાની વનસ્પતિ :- વિકળો

કુવાડિયો છોડનો પરિચય