સાપ વિશે માહિતી





ખાસ ખેડૂત મિત્રો માટે..

અટાણે સીઝન પ્રમાણે... થોડીક માહિતી જરૂરી છે ખાસ કરીને આપણા જેવા રખડુ રામ... ને ખેડૂતો માટે
મારા પાહે છે એટલી લખાંહ... બની શકે અપુરતી ને અધુરી હોય... કારણ કે સરપ પકડવાનો ધંધો નેત મારો... પણ પનારું છે સરપ હારે
ભાઈઓ સાપ.. સરપ ને લઈને બોવ બધી ખોટી માન્યતા ને અંધશ્રધ્ધાઓ આપણા સમાજમાં ભરેલી છે...
જાણકારી મુજબ ગુજરાતમાં અંદાજે 250 પ્રકારના સાપ છે... પણ મોટાભાગના સાપ બીનઝેરી છે

આપણા વિસ્તારમાં મુખ્યત્વે આ ચાર પ્રકારના જ ઝેરી સાપ છે... અને તે આપણી બાજુ જ વધારે છે..

1 ચિતર... ખાડ ચિતોડ.. રસેલ વાઈપર
2 પૈડકું.. આપણીં પરળકું કીયે ઈ.. ફુરસા
3 કોબ્રા... ટુંકમાં ફેણ વારો
4 ક્રેઈટ

પહેલો વરસાદ થયો હોય કે થવાનો હોય ત્યારે સાપ વધારે જોવા મડે છે... અને ત્યારબાદ
છેલ્લા વરસાદ પછીં... નવરાત્રી દરમિયાન

અને આ બેઈ સમયે આપણે ખેતરમાં કામ કરવાની. સિઝન હોય છે...
આ સમયગાળો... સાપના સમાગમ નો... અને પછીં ઈંડાં મુકવાનો હોય છે..

1 ચિતર... સૌથી ખતરનાક છે.. ઉપીર ફોટો છે જોવે લીજો બે ફેરે
અંદાજીત સ્યાર ફુટ ને આસપાસ લંબાઈ હોય.. અને કુંડલી વળીને બેઠી હોય.. બાજુમાંથી નિહરીયે તોય વડકો ભરે લેય ખાસ કરીને તેનાં બચલાં ને જન્મ આપે પછીં
તેની અંદર હ્યુમોટોક્સિક નામનું ઝેર હોય છે...
અને એક માહિતી મુજબ ચિતર 30 થી 90 સુધી બચલાં ને જન્મ આપે છે એક વખતમાં.. આ વાત મેં સાંભળેલી છે કે ચિતર એક જ તેવો સાપ છે જે બચલાં ને જન્મ આપે છે

2 પૈડકું... એક ફુટ ની આસપાસ વજન હોય..... આપણીં આંગળી જેટલી જાડાઈ હોય... અને ત્રાંસું ત્રાંસું હાલે....
માંડવીના કામમાં... આપણીં ઉંડલીયાં ઉપાળતા હોય ત્યારે પાથરા નીચે જોવા મળે અવારનવાર
દબાઈ તો બટકું ભરે લેય
તેની અંદર પણ હ્યુમોટોક્સિક નામનું ઝેર હોય

3 કોબ્રા... ફેંણ ચડાવે તેઝ તેની નિશાની... અને ચાર થી પાંચ ફુટ સુધી ની લંબાઈ..,
તેનાથી લાંબો કોબ્રા ગુજરાત માં થાતો જ નથી.. અને તેમાં ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય

4 ક્રેઈટ.. આ સાપ ભાગ્યેજ જોવા મળે છે... વધારે પડતો ઢળતી રાતમાં જ નિહરે... અંગુઠા જેટલો જાડો હોય... અને સાડાત્રણ ફુટ આસપાસ લંબાઈ... અને તે ખોરાકમાં બીજા સાપ જ ખાઈ છે
તેની અંદર પણ ન્યુરોટોક્સિક નામનું ઝેર હોય

હવે વાત ઝેર ની... તો ચિતર અને પૈડકા નું હ્યુમોટોક્સિક ઝેર... લોહીમાં ભળે પછીં ધીરે લોહીના કણો ફાડી નાખે છે... લોહીને પાતળું કરી નાખે છે... તેનો ડંખ અત્યંત પીડા દાયક હોય છે...

ધીમે ધીમે... ડંખ માંથી લોહી નિકળે છે...
ત્યાર બાદ વધારે સમય પછી... દાઢમાંથી.... પેશાબ વાટે અને મળવાટે પણ લોહી નિકળવું ચાલુ થઈ જાય છે.. પણ આ બધું થવામાં અંદાજીત અઢી થીં પાંચ કલાક નો સમયગાળો રહે છે.. . તે દરમિયાન દવાખાને પહોંચી જાય તો સારવાર પછીં શંપુર્ણ સ્વસ્થ થય જાય છે દર્દી.. આ સાપ કરડે ત્યારે ચેકો કે કાપો મારવો નહીં

કોબ્રા અને ક્રેઈટ નું ન્યુરોટોક્સિક ઝેર.. ચેતા તંતુ પર અસર કરે છે.. ડંખ માર્યો હોય ત્યાં થી લઈને... ધીરે ધીરે શરીર ને લકવા ગ્રસ્ત કરી નાખે છે... બોલવામાં ઝીભ જલાઈ... સ્વાદ ગ્રંથી કામ કરતી બંધ થાય.(.લીમડો કડવો ન લાગે) .. ઘેન ચડે... વગેરે તેનાં લક્ષણો છે... પણ બે થી પાંચ કલાક સુધીમાં દવાખાને પહોંચી સારવાર ચાલુ થય જાય તો.. બચી જાય

જેટલા દવાખાને વહેલા પુગો ને સારવાર વેલી ચાલુ થાય તેટલી જ રિકવરી વેલી આવે... રોકાવાનું પણ ઓછું થાય ને ખર્ચો પણ ઓછો

હવે વાત કરીએ માન્યતાઓ ની.. તો ભાઈ... આ સાપ છે ઈ કોઈનો મોહિયાય કે સાઢુભાઈ નેત થાતો... જેને કરડે તેને ઝેર ચડે... પકડવા વારાને પણ ચડે... ડોક્ટર ને પણ ચડે... ને ભુવાને પણ ચડે... કોઈપણ જીવના લોહીના સંપર્કમાં તેનું ઝેર આવે એટલે ઝેરની અસર થાય ખુદ સાપને પોતાને પણ પોતાનું ઝેર ચડે... ઝો બટકો ભરે તો

તો આવુ થાય તો દાંણાં બાણાં લેવા નીં.. ભુવાને છેટેથી રામરામ કરેન વેલેરીનું દવાખાના ભેગીનું થવાય.. ખોટા ડોર કરાઈ નીં કે કોઈને અવરી સલાહ પણ દેવાઈ નીં
એક માન્યતા છે કે... જન્મથી નમક.. મીઠું ન ખાતો હોય તેને ઝેર ન ચડે... તે પણ સાવ ખોટી માન્યતા છે
દવાખાને પુગવાની વાર લાગે એમ હોય તો સાપના ડંખ થી એક વેંત જેટલે ઉપર પાટો બાંધવો.. હા પણ બહુ વધારે ટાઈટ નહીં.. સહેઝ ટાઈટ. એક બોલપેન પાટામાંથી દબાવીને નિકળી જાય તેટલો... આપણે ખાલી લોહુનું પરીભ્રમણ ઓછું કરવાનું છે... બંધ નથી કરવાનું યાદ રાખો

અને આપણી બાજુ આ ચાર સિવાય ના જોવા મળતા બધા જ સાપ બીનઝેરી છે... જેની કોઈ આડઅસર થતી જ નથી અને અટાણે પાણીંમાં નિકરતાં રેલવાં... સાવ બુનઝેરી હોય... ધામણ. રુપસુંદરી(હરીંડુ) બંબોઈ... (આંધળી સાંકળ) બંફોડી... બધા જ બીનઝેરી છે...

તોય આપણે ખોટી માન્યતાઓ ઝકળીને સબાવ પકડી છે... ફલાણો ભુવો... ને ડાડાનો ભુવો... આઈનો ભુવો આતાનો ભુવો... કોઈથી ઝેર ઉતરે નીં કે કોઈ સુચીં ના લેય... હજે પણ પેલાં દાંણા લેવાને પછીં રજા દેય ને દાણાં આવે તો દવાખાને જાવાનું આવી ગંડવીની માન્યતાઓ આપણે પકડી છે...

અને સાપ પણ... ફલાણા પીરનો સરપ... ને મામાં નો સરપ... ને આઈનો સરપ...

સુંડલો ભરાઈ એવડો સરપ... ડગલું નો ભરવા દીયે... પાણીં નો માંગે... આંઈ કરે કરેન જ મારે નાખે...
એક ભાઈ કે... અમારી વાડીયે સરપ છે... રોડ ક્રોસ કરે તો રોડ ની બેય બાજુ નિકળી જાય તો પણ પુરો નો થાય... મતલબ અંદાજે 22ક ફુટનો...

એક ભાઈ કે મારી વાવમાં સરપ છે... આખી વાવને ઘુમરો મારે જાય તોય પુછડું પાણીમાં લબળતું હોય... ઈ કરડે તો કોઈ પાણીં નો માગે

હવે વાવનો ઘેરાવો... પરિઘ 40 ફુટનો થાય

આવાવને કેમ સમજાવવા...

ખૈર જે હોય તે... પણ ખેડુને અને મજુર માંણહને સવારે ઉઠેન આવા જીવો સાથે જ પનારું છે... બની શકે ત્યાં સુધી બુટ પહેરવાં.... અને અંધારું હોય... ખડ હોય... કે મોલ ને લીધે..જમીન સ્પષ્ટ દેખાતી ન હોય... ત્યારે... પગ થબથબાવી ને હાલવું... સાફ સાંભળતો નથી... પણ આપણા હલનચલન ના ધબકારા મેહસૂસ કરે છે...

તો એકવાત યાદ રાખો... મોટાભાગના સાપ બીનઝેરી છે... અને ઝેરી હોય તો પણ દવાખાને ટાંણે વ્યા જાવ એટલે કાંઈ ન થાય... અને સાપ ના દર્દી ને સારવાર પછીં કોઈ આડઅસર પણ રહેતી નથી... વાદરાં થાય તાર માથું ચડે ઈ પણ ખોટી માન્યતા છે....

સાપ કરડવાથી કોઈ માણસ મરતું નથી... મરે છે તો સારવાર ન મળવાથી...

બાકી બીવરાવે બીવરાવેન મરવે નાખે... ને એટેક આવે જાય....

આ માહીતી મને Arunbhai C. Devani પાસેથી... આજથી ઘણાંય વરહ પહેલાં મડી હતી... અને એક વિજ્ઞાાપન માં પણ વાંચ્યું હતું...

ભુલચુક માફ કરજો...
પોસ્ટ શેર ન કરો તો ચાલશે પણ... સરપ વિશેની ખોટી માન્યતાઓ... ન રાખતા... વાતો સેર કરજો

(મનોજ રાઠોડ - વન વગડો માંથી સંકલન)

Comments

Popular posts from this blog

વન વગડાની વનસ્પતિ :- વિકળો

ગળજીભી (ભોંય પાથરી)

કુવાડિયો છોડનો પરિચય