પીળી આવળ
આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે. 👉🏽 એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે. 👉🏽 આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે. 👉🏽 પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. 👉🏽 આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.