પીળી આવળ

આવળ ભારતમાં બધે જ થાય છે. એનાં પીળાં સોનેરી ફૂલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને હિતકારક છે.

👉🏽 એક ચમચી આવળના ફૂલની પાંદડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીઓની ઊલટી-ઊબકા બંધ થાય છે.

👉🏽 આવળના ફૂલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ સુધારે છે.


👉🏽 પગના મચકોડ પર આવળના પાન બાંધવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે.

👉🏽 આવળનાં ફૂલોનો ઉકાળો અથવા આવળના પંચાંગનું ચૂર્ણ અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરૂરી પરેજી પાળવાથી ડાયાબીટીસમાં ફાયદો થાય છે.

Comments

Popular posts from this blog

ગળજીભી (ભોંય પાથરી)

વન વગડાની વનસ્પતિ :- વિકળો

કુવાડિયો છોડનો પરિચય